Episodios

  • Vevishal - Audio Trailer
    Dec 25 2021

    શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો પણ બન્ને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ—ક્લબ જેવું કરાવી આપ્યું હતું. એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને એક અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો.

    Más Menos
    3 m
  • Manavini Bhavai - Audio Trailer
    Dec 25 2021

    Manvi Ni Bhavai tells the love story of Kalu, son of Vala Patel, and Raju, daughter of Gala Patel. They love each other and want to marry, but they are betrothed to other people. Patel set the love story during the time of the Indian famine of 1899-1900, and the last scene in the novel ends with the first drops of rain, which symbolises the end of the famine.

    Más Menos
    3 m
  • Manani Olakh - Audio Trailer
    Dec 25 2021

    આ ડ. તેજ સાહેબ ની લખેલી પુસ્તક મન ની ઓળખ ની ઑડીયોબુક છે, આને અવાજ આઈપી છે શૈલેન્દ્ર પટેલ એ.

    Más Menos
    3 m
  • Pushpadaah - Audio Trailer
    Dec 25 2021

    ‘પુષ્પદાહ’ એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ નવલકથા ‘ડોક્યુ-નોવેલ’ એટલે કે ‘દસ્તાવેજી નવલકથા’ છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડી તરીકે કરેલો છે. વલ્લભ ઠક્કર સાથે તેના સંબંધો છે. આ હકીકતની જાણ થતાં, સમજાવટની કોઈ અસર ન થતાં સંજય અને ચારુ છૂટાછેડા લે છે. અદાલત બન્ને સંતાનોનો કબજો માને સોંપે છે, પણ વીક-એન્‍ડમાં સંતાનો પિતા-દાદા સાથે રહી શકે એવી જોગવાઈ છે. બાળકોને પિતા-દાદા સાથે મોકલવાની ચારુની આડોડાઈ, બાળકોના કુમળા મન પર પિતા અને દાદાની વિરુદ્ધ કાનભંભેરણી –આ તમામ ઘટનાઓ લેખક પોતાની સગી આંખે નિહાળે છે અને તેને નવલકથાના સ્વરૂપે આલેખે છે. નવલકથાના સ્વરૂપમાં રહીને દસ્તાવેજી આલેખન કરવાનો પડકાર અહીં લેખકે સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે.

    Más Menos
    3 m
  • Challenge - Audio Trailer
    Dec 25 2021

    કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો. નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે સ્પેશિયલ કેસ તરીકે, ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી.

    Más Menos
    3 m
  • Mara Swapnanu Bharat - Audio Trailer
    Dec 25 2021

    શું ગાંધીજીના સ્વપ્નનુ ભારત આ જમાનામાં શક્ય છે ખરુ? ‘મારા સ્વપ્નનું ભારત’માં મહાત્મા ગાંધીએ પોતાનું ભારત કેવું હોવું જોઇએ તેની કલ્પના કરી છે.

    Más Menos
    3 m
  • Gusso Gayab Thai Shake? - Audio Trailer
    Dec 25 2021

    આ ડ. તેજ સાહેબ ની લખેલી પુસ્તક ગુસ્સો ગાયબ થઇ શકે? ની ઑડીયોબુક છે, આને અવાજ આઈપી છે શૈલેષ ભટ્ટ એ .

    Más Menos
    3 m
  • Bharelo Agni - Audio Trailer
    Dec 25 2021

    Bharelo Agni is a Historical novel by Ramanlal Vasantlal Desai first published in 1935. Bharelo Agni, considered to be Desai's magnum opus, is dealt with the Indian Rebellion of 1857.

    Más Menos
    3 m