Episodios

  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૬ - દેવાસુર-સંપદવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 16
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં ફળ સહિત દેવી અને આસુરી સંપદાનું કથન કરેલ છે. આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન કરેલ છે. શાસ્ત્ર વિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્ર અનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા આપેલ છે.

    Más Menos
    10 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૫ - પુરુષોત્તમયોગ | Shrimad Bhagvad Gita Adhyay 15
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં સંસાર વૃક્ષનું કથન અને ભગવદ્દ પ્રાપ્તિનો ઉપાય વર્ણવેલ છે. તથા જીવાત્માનો વિષય પ્રભાવ સહિત પરમેશ્વર ના સ્વરૂપ નો વિષય ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નો વિષય વર્ણવેલ છે.

    Más Menos
    14 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૪ - ગુણત્રયવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 14
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ પુરુષ થી થતી જગત ની ઉત્પત્તિ વર્ણવેલ છે. સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણોનું વિષય સમજાવેલ છે. ભગવદ્દ પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતિત પુરુષના લક્ષણો સમજાવેલ છે.

    Más Menos
    12 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૩ - ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 13
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ ઓડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં જ્ઞાન સહિત ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ નો વિષય તેમજ જ્ઞાન સહિત પ્રકૃતિ અને પુરુષ નો વિષય સમજાવેલ છે.

    Más Menos
    15 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૨ - ભક્તિયોગ | Shrimad Bhagvad Gita Adhyay 12
    Jun 8 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં સાકાર અને નિરાકાર ઉપાસકોની ઉત્તમતાનું નિર્ણય તથા ભગવદ્દ પ્રાપ્તિના ઉપાયોનું વિશે જણાવેલ છે. તેમજ ભગવદ્દ પ્રાપ્ત પુરુષોના લક્ષણો જણાવેલ છે.

    Más Menos
    8 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૧ - વિશ્વરૂપદર્શનયોગ | Shrimad Bhagvad Gita Adhyay 11
    Jun 7 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ ઓડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં વિશ્વરૂપ ના દર્શન કરવા માટે અર્જુનની પ્રાર્થના અને ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપ નું વર્ણન કરેલ છે. તેમજ સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર ને ઉદ્દેશી ને વિશ્વરૂપ નું વર્ણન સમજાવેલ છે. અર્જુન દ્વારા ભગવાનના વિશ્વરૂપનું જોવું અને એમની સ્તુતી કરવી ભગવાન દ્વારા પોતાના પ્રભાવનુ વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરાય છે તથા ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતી અને ચતુર્ભુજરૂપનું દર્શન કરાવવા માટે પ્રાર્થના કરાય છે. ભગવાન દ્વારા પોતાના વિશ્વ રૂપના દર્શનના મહિમાનુ કથન તથા ચતુર્ભુજરૂપ અને સૌમ્ય રૂપ દેખાડવુ અનન્ય ભક્તિ વિના ચતુર્ભુજરૂપના દર્શનની દુર્લભતાનુ અને ફળ સહિત અનન્ય ભક્તિનુ કથન કરેલ છે.

    Más Menos
    23 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧0 - વિભૂતિયોગ | Shrimad Bhagvad Gita Adhyay 10
    Jan 27 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ ઓડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના  દસમાં અધ્યાય વિભુતીયોગમાં ભગવાનની વિભૂતિ અને યોગશક્તિનુ કથન તેમજ એમને જાણવાનુ ફળ સમજાવેલ છે. ફળ અને પ્રભાવ સહિત ભક્તિયોગનુ કથન તેમજ અર્જુન દ્વારા ભગવાનની સ્તુતી તથા વિભૂતિ અને યોગશક્તિને કેહવા માટે પ્રાથના કરેલ છે.  ભગવાન દ્વારા પોતાની  વિભૂતિ અને યોગશક્તિઓનુ કથન કરેલ છે.

    Más Menos
    14 m
  • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૯ - રાજવિદ્યા રાજગુહ્યયોગ | Shrimad Bhagvad Gita Adhyay 9
    Jan 25 2023

    નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! આ વિડિઓમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ના  નવમાં અધ્યાય રાજવિદ્યા રાજગુહ્યયોગમાં પ્રભાવ સહિત જ્ઞાનનો વિષય અને જગતની ઉત્પતિ વિશે સમજાવેલ છે.ભગવાનનો તિરસ્કાર કરનારા  આસુરી પ્રકૃતિના માણસોની નીંદા તથા દેવી પ્રકૃતિના માણસોના ભગવદ ભજનનો પ્રકાર સમજાવેલ છે. સર્વાત્મરુપે  પ્રભાવ સહિત ભગવાનના સ્વરુપનુ વર્ણન કરેલ છે. સકામ અને નિષ્કામ ઉપાસનાનુ ફળ તેમજ  નિષ્કામ ભગવદ ભક્તિનો મહિમા કરેલ  છે.

    Más Menos
    14 m